ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારત સ્થિત યુએસ એમ્બેસી એન્ડ કોન્સ્યૂલેટે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ
કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓની મદદ માટે સ્ટુડન્ટ વિઝા માટેની કેટલીક ઇન્ફર્મેશન અને
હાયર સ્ટડીઝને લગતી અન્ય હેલ્પ કરતાં સેન્ટર્સ અંગેની માહિતી ટ્વીટ કરી છે.
અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા
વિદ્યાર્થીઓની મદદ કરશે એજ્યુકેશન USA
એજ્યુકેશન USAની સુવિધાઓ
- યુએસ એમ્બેસીએ રજૂ કરેલા ફેક્ટ્સમાં અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરવા
ઇચ્છતા વિદ્યાર્થીઓ યોગ્ય સ્કૂલ કે યુનિવર્સિટી શોધી શકે તે માટે એજ્યુકેશન
યુએસએની ફ્રી સર્વિસનો ઉપયોગ કરવાનું સજેશન આપ્યું છે. ( વધુ માહિતી માટે www.educationusa.state.gov)
- એજ્યુકેશન યુએસએ અમેરિકામાં હાયર એજ્યુકેશન માટે માહિતીનો સત્તાવાર સ્ત્રોત છે. એજ્યુકેશન યુએસએની અમદાવાદ સહિત સાત શહેરોમાં ઓફિસ છે, જ્યાં ઇમેલ, ટેલિફોન કે રુબરુ જઇને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અંગે માહિતી મેળવી શકાય છે.
- યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશન (USIEF)ની ઓફિસ (ચેન્નાઇ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઇમાં) આવેલી છે. જ્યારે ઇન્ડો-અમેરિકન એજ્યુકેશન સોસાયટી (IAES) અમદાવાદમાં અને યાશના ટ્રસ્ટ બેંગલુરુમાં હાયર એજ્યુકેશન ઇન યુએસએ અંગે માર્ગદર્શન આપે છે. અહીં એજ્યુકેશન યુએસએના 30થી વધુ એડવાઇઝર્સ વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસ અંગેની માહિતી માટે તમામ પ્રકારની મદદ કરતા હોય છે.
- ગત વર્ષે (ઓક્ટોબર 2014થી સપ્ટેમ્બર 2015) અંદાજે લાખ લોકોએ (ટેલિફોન અને ઇમેલનો સમાવેશ કરતાં) એજ્યુકેશન યુએસએના સાત સેન્ટર્સનો સલાહ માટે સંપર્ક કર્યો હતો. તે સિવાય એજ્યુકેશન યુએસએના એડવાઇઝર્સ વિવિધ સ્કૂલ, યુનિવર્સિટી, એજ્યુકેશન ફેરમાં ભાગ લઇને 60000 વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન અંગે માહિતગાર કર્યા હતા.
- એજ્યુકેશન યુએસએ ફ્રીમાં વિદ્યાર્થીઓના ગ્રૂપ સેશન્સમાં માહિતી આપે છે. તે સિવાય હાયર એજ્યુકેશન રિસોર્સિસ અને લિમિટેડ ટેલિફોનિક અને ઇમેલ કન્સલ્ટેશન પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને એજ્યુકેશન યુએસએની વ્યક્તિગત સહાય જોઇએ તે ફી ચૂકવીને એડવાઇઝ લઇ શકે છે. તે સિવાય એજ્યુકેશન યુએસએ દ્વારા વિવિધ સેશન્સ પણ યોજવામાં આવતા હોય છે, જેમાં તમામ લોકો ભાગ લઇ શકે છે.
અમેરિકામાં અભ્યાસ કરવા માટે
વિદ્યાર્થીઓએ આ છ સ્ટેપ્સને ફોલો કરવા પડે
1. અમેરિકાની માન્ય કોલેજ/સ્કૂલ/યુનિવર્સિટી ખાતે તમારો સ્ટુડન્ટસ
તરીકે સ્વીકારઃ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટેની પરમિશન ધરાવતી કોલેજો અન્ય દેશના
વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ માહિતીને ચકાસીને તે વિદ્યાર્થી કોલેજને માન્ય હોય
તો તેને અપ્રૂવ કરવા માટે I-20 અથવા DS-2019 ફોર્મ અને I-901 SEVIS ફી રિસિપ્ટ આપે છે.
2. બાદમાં વિઝાની ઓનલાઇન એપ્લિકેશન અને ફોર્મ DS-160 કમ્પ્લીટ કરો. ઓનલાઇન એપ્લાય કરવા માટે(https://ceac.state.gov/genniv/)3.
http://travel.state.gov/content/visas/en/study-exchange/student.html પર દર્શાવવામાં આવેલ જરૂરી ડોક્યુમેન્ટ્સ એકત્ર કરો.
4. www.ustraveldocs.com/in સાઇટ પર આપવામાં આવેલ ઇન્સ્ટ્રક્શન અનુસાર વિઝા ઇન્ટરવ્યૂની
એપોઇન્ટમેન્ટ લો.
5. વિઝા એપ્લિકેશન માટે ઇન્ટરવ્યૂ માટે નિયત સમયે પસંદ કરેલા સેન્ટર ખાતે હાજર રહો.
6. જો અમેરિકન કાયદા અનુસાર તમે વિઝા માટે એલિજિબલ હશો અને તમને વિઝા ઇશ્યૂ કરવામાં આવે તો અમેરિકાના પોર્ટ ઓફ એન્ટ્રી પહોંચો અને અમેરિકામાં પ્રવેશવાની પરમિશન માંગો.
5. વિઝા એપ્લિકેશન માટે ઇન્ટરવ્યૂ માટે નિયત સમયે પસંદ કરેલા સેન્ટર ખાતે હાજર રહો.
6. જો અમેરિકન કાયદા અનુસાર તમે વિઝા માટે એલિજિબલ હશો અને તમને વિઝા ઇશ્યૂ કરવામાં આવે તો અમેરિકાના પોર્ટ ઓફ એન્ટ્રી પહોંચો અને અમેરિકામાં પ્રવેશવાની પરમિશન માંગો.
અમેરિકામાં પ્રવેશ અંગેની પ્રોસિજર
અને ડોક્યુમેન્ટેશન અંગેની વધુ માહિતી માટે ક્લિક કરોઃ
http://www.cbp.gov/travel/international-visitors/study-exchange/exchange-arrivals
અમદાવાદ સ્થિત ઇન્ડો-અમેરિકન
એજ્યુકેશન સોસાયટીનું એડ્રેસ
ઓફિસ નંબર 1 અને 2, ત્રીજો માળ
સન સ્ક્વેયર, હોટેલ નેસ્ટની નજીક
સીજી રોડ, નવરંગપુરા
અમદાવાદઃ 380009
ટેલિફોન નંબરઃ +91 9825593262, 9913540951/9428100806
ઇમેલઃ eduadviser@gmail.com
વેબસાઇટઃ www.iaesgujarat.org
ટાઇમિંગ્સઃ સોમવારથી શુક્રવાર સવારે 10.30થી સાંજે 6 સુધી
શનિવારઃ સવારે 10થી બપોરે 1.30 સુધી
સન સ્ક્વેયર, હોટેલ નેસ્ટની નજીક
સીજી રોડ, નવરંગપુરા
અમદાવાદઃ 380009
ટેલિફોન નંબરઃ +91 9825593262, 9913540951/9428100806
ઇમેલઃ eduadviser@gmail.com
વેબસાઇટઃ www.iaesgujarat.org
ટાઇમિંગ્સઃ સોમવારથી શુક્રવાર સવારે 10.30થી સાંજે 6 સુધી
શનિવારઃ સવારે 10થી બપોરે 1.30 સુધી
આગળ વાંચોઃ 2015માં 70000થી વધુ ભારતીયો વિદ્યાર્થીઓને મળ્યા અમેરિકાના સ્ટુડન્ટ વિઝા
ભારત સ્થિત યુએસ એમ્બેસી એન્ડ
કોન્સ્યૂલેટે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અંગેના ફેક્ટ્સ ટ્વીટર પર
પોસ્ટ કર્યા છેઃ
- અમેરિકામાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા ઓથોરાઇડ્ઝ કરવામાં આવેલ અંદાજે 9000 જેટલી કોલેજો, યુનિવર્સિટી અને વોકેશનલ સ્કૂલ્સ છે, જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને I-20 ફોર્મ આપવાની સત્તા ધરાવે છે. - હાલમાં અમેરિકામાં 886000 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા છે.
- અમેરિકન એમ્બેસી અનુસાર, યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષની સરખામણી અન્ય દેશોના સ્ટુડન્ટ્સ કરતાં સૌથી વધુ પ્રમાણમાં વધી છે. અમેરિકામાં અભ્યાસ કરતાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાં માત્ર ચીન જ ભારત કરતાં આગળ છે.
- વર્ષ 2015માં અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટે ભારતમાં 72000 કરતાં વધુ F-1 સ્ટુડન્ટ્સ વિઝા ઇશ્યૂ કર્યા છે.
- દસ વર્ષ અગાઉ અમેરિકામાં 30000 સ્ટુડન્ટ્સ અભ્યાસ કરતાં હતા. જ્યારે આજે તે આંકડાના ચાર ગણા કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 2014માં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 30 ટકા વધીને 102000થી 132000 કરતાં વધુ થઇ હતી.
- છેલ્લા 12 મહિનામાં ભારત સ્થિત અમેરિકન એમ્બેસી પાસે આવતી સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન્સની સંખ્યા ડબલ થઇ છે. ખાસ કરીને મુંબઇ અને હૈદરાબાદના સેન્ટર્સ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હોય છે.
- અમેરિકન એમ્બેસીના રિપોર્ટ અનુસાર, 78 ટકા વિદ્યાર્થીઓ અમેરિકામાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM)ના ફિલ્ડમાં અભ્યાસ કરે છે.